KRUTVI Communication
_______________________
KRUTVI Communication
_______________________
Not Just Training
We Dialogue
ફક્ત તાલીમ નહી
ઘનિષ્ઠ સંવાદ
અસરકારક કોમ્યુનિકેશન જીવનમાં સફળતા
આપણે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે આપણી કંપની કે સંસ્થા શ્રેષ્ઠ બને, કર્મચારીઓ કાર્યમાં ભૂલ ન કરે, કોમ્યુનિકેશન અસરકારક થાય, કાર્યમાં ઝડપ અને ગુણવત્તા આવે, દરેક કર્મચારીઓનો અભિગમ સકારાત્મક થાય અને સમસ્યાઓ આગળ ધકેલવાને બદલે પોતે જ ઉકેલે, જનસંપર્ક મજબૂત બને, ગ્રાહક સાથેનો નાતો વધુ મજબૂત થાય, સમસ્યાઓ અને અવરોધો ને શરૂઆતમાં જ ઓળખી લઈએ. આજના સમયમાં કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચે સચોટ સંકલન અને કોમ્યુનિકેશન હોય. આ અને આવી ઘણી બાબતો પર ‘કૃત્વિ કોમ્યુનિકેશન’ આપને ખુબ સહાયરૂપ થઇ શકે છે.
આજે કાર્યસ્થળે એવી ઘણી સમસ્યાઓ છે, સંકલન, કોમ્યુનિકેશનનો અભાવ છે, જે આપણને ખબર છે પરંતુ ઉકેલ આવતો નથી. આપણને કામનો બોજ લાગે છે. દરેક વ્યક્તિને પોતાનું કાર્ય સમયસર પૂર્ણ કરવું છે. બધા લોકો એવું જ માને છે કે તેની પાસે કામ માટે આવેલી વ્યક્તિ તેને સમજી શકતી નથી અથવા આપણે સમજાવી શકતા નથી. આપણે કોઈ પણ કાર્ય સાથે એકદમ સચોટ કોમ્યુનિકેશન કે સંકલન સાધી શકતા નથી. દરેક સીનીયર એમ ઈચ્છે છે કે તેનો કર્મચારી કામમાં ભૂલ ના કરે. આપણને બધાને ઘેર સમયસર જવું છે પણ જઈ શકાતું નથી.
આપણા બધામાં એક શક્તિ છુલાયેલી છે પરંતુ બહાર આવી શકતી નથી.
ખાસ વાત એ કે દરેકને સમસ્યા વિશે ખબર છે પરંતુ તેના ઉકેલની ખબર નથી. આ બધું જ કોમ્યુનિકેશન, સંકલન, વ્યવસ્થાપન, વહીવટી કુશળતા, આગેવાની કે સકારાત્મક અભિગમના અભાવને કારણે થઇ શકે છે.
અમે આ બધી સૌથી મહત્વની સમસ્યાઓને અનુભવી છે અને તેના ઉકેલ પણ શોધ્યા છે અને આ ઉકેલ આપણી પાસે જ રહેલા છે. કાર્યક્ષેત્રે રહેલી સમસ્યાઓ, અવરોધો વગેરેનો ઉકેલ શોધવામાં અમે આપને સચોટ મદદ કરશું. કાર્યમાં શ્રેષ્ઠતા કેવી રીતે આવે તેના વિશે લોકોને માહિતગાર કરવા અમારો મુખ્ય હેતુ છે.
કર્મચારીઓના વિકાસ અને અસરકારક કોમ્યુનિકેશન માટે અમે ખુબ જ મહત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે Subjects પેઈજ પર આપ જોઈ શકો છો.
જેમ આપણે રોજ જે કામ કરીએ છીએ તેને જરા પણ અસર ના થાય તે રીતે કામનો સમયગાળો કેમ ઘટાડવો એ સમજાવવું. દરેકને ફાળવેલા સમયમાં વધુ કાર્ય કઈ રીતે કરી શકાય. કાર્ય સ્થળે એકદમ સચોટ કોમ્યુનિકેશન, સચોટ સંકલન, જનસંપર્ક કઈ રીતે કરવો, કાર્યમાં શ્રેષ્ઠતા કઈ રીતે આવે તે સમજાવવું. એક પણ ભૂલ વગર, ખોટા બહાના વગર અને નકારાત્મક અભિગમ છોડીને કાર્ય ઝડપથી કેમ પૂર્ણ કરવું તે સમજાવવું એ હેતુ છે.
ભૂલ થાય જ નહિ અથવા તો ઓછી કેવી રીતે થાય, સામી વ્યક્તિને કેવી રીતે સમજવી. મુદ્દાને આપણે કેવી રીતે સમજવો અને સામી વ્યક્તિને વાત કેવી રીતે ગળે ઉતારવી. કંપની, સંસ્થા કે કોઈપણ કાર્યસ્થળમાં સચોટ કોમ્યુનિકેશન અને સંકલન કઈ રીતે કરવું. સમસ્યા અથવા તો મુદ્દાઓનો ઉકેલ કઈ રીતે લાવવો. પોતાની જાતનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ બધા મુદ્દાઓના મૂળ સુધી જવાનો અમે પ્રયાસ કરીએ છીએ.
Virang Mankad
Consultant & Trainer
More than two decades of Experience in Public Relation, Media and Mass Communication